September 11, 2022
News
આદરણીય સભ્યો….
તારીખ 11/9/2022 ને રવિવાર ના દિવસે હાજીપુર નિવાસી અને આપણા પ્રગતિ મંડળ ના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ કાશીરામદાસ પટેલ ની ઓફીસ ખાતે (S-9 Square , સમા- સાવલી રોડ, વડોદરા) કારોબારી સમિતી અને હોદ્દેદારો ની મીટિંગ નુ આયોજન થયેલ, મીટિંગ માં નીચે પ્રમાણેના મુદ્દાઓ ઉપર ગંભીરતાપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી.
- લોન ધિરાણ માટે વ્યાજ દર ઘટાડવાથી સમાજની વાર્ષિક વ્યાજ સ્વરૂપે થતો આવકનો આશરે દોઢ લાખ નો ઘટાડો કેવી રીતે સરભર કરવો
- બે વર્ષથી પિકનિક કરી શક્યા નથી તો આ વર્ષે તેનું આયોજન કરવું
- સ્પોર્ટ્સ ડે અન્વયે એક દિવસ ક્રિકેટ ટુર્નામેન્ટ નુ આયોજન કરવું
- ઉનાળું સ્નેહ મિલન ના આવક અને ખર્ચના હિસાબો કરીને ફાઇનલ શીટ બનાવવી
- ઉનાળું સ્નેહ મિલન અને વાર્ષિક સાધારણ સભા પછી થતા ભોજન સમારંભ માં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભોજનપાસ નું વિતરણ વ્યવસ્થા તથા ભોજન બગાડ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી
- વર્ષ ના અંતે યોજાનાર વાર્ષિક સાધારણ સભા માટે પાર્ટી પ્લોટ નું બુકિંગ અંગે ચર્ચા કરવામાં આવી.
- વેબસાઈટ ની અધૂરી રહી ગયેલ માહિતી સભ્યો કેવી રીતે અપડેટ કરી શકે તેની ચર્ચા થઈ.
આશરે ચાર કલાક જેટલી લાંબી ચર્ચા કરીને મોડી રાત્રે સૌએ જવાબદારી નક્કી કરી છુંટા પડયા.