શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ, વડોદરા વિશે…
આશરે પચાસ વર્ષ પહેલા ઉત્તર ગુજરાત ના થોડાક પાટીદાર યુવાનો રોજીરોટી કમાવવા માટે સયાજી મહારાજ ના સંસ્કારી શહેર વડોદરા ખાતે પોતાનું નસીબ અજમાવવા માટે આવે છે. તેઓ મુખ્યત્વે સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, વિસનગર, ખેરાલુ, વિજાપુર જેવા તાલુકા થી આવેલ હતા. ધીમે ધીમે બે પૈસા કમાયા એટલે પરિવાર સાથે વડોદરા ખાતે સ્થિર થયા. પોતાના કૌશલ્ય થી ધંધા રોજગાર ની જમાવટ કરી, કેટલાક યુવાનો જીએસએફસી, IPCL જેવી મોટી કંપનીઓમાં નોકરી લાગ્યા.
સહકાર, સેવા, સામાજીક સંગઠન તથા શિક્ષણ જેવી વિગતો ને પ્રોત્સાહન આપવા માટે કેટલાક યુવાનોએ મળવાનું નક્કી કર્યું. છેવટે ૧૯૮૩ માં પ્રગતિ મંડળ ની સ્થાપના કરી. નાનું એવું ભંડોળ એકત્ર કરી લોકોને પગભર બનાવવા પ્રોત્સાહન આપ્યું. ધીરે ધીરે આ પ્રગતિ મંડળ વડોદરા ખાતે આશરે ૨૦૦ પરિવાર નું મોટું વટવૃક્ષ બન્યું.
આજે ૨૦૨૨ ના વર્ષે પ્રગતિ મંડળ તેમની પોતાની વેબસાઇટ બનાવી લીધી છે, અને તેને માટે હું સમાજના દરેક સભાસદોને તથા કારોબારી સમિતિ ને ધન્યવાદ આપું છું.
આજ રીતે હમેશાં પ્રગતિ ના પંથ સર થતા રહે અને સંગઠન જળવાઈ રહે તેવી આપ સૌ ને શુભેચ્છા.
Bharatbhai P. Patel
Gangalasan