આજે તારીખ 08-01-23 ના રોજ ઊંઝા ખાતે શ્રી ઉમિયા માતાજી ના સાનિધ્યમાં શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજ (જનરલ) ની વાર્ષિક સાધારણ સભા મળી. બાવન સમાજના બધાજ ગામના પ્રતિનિધિ ભાઈઓ, કારોબારી સભ્યશ્રીઓ, બધાજ શહેરના મંડળ ના પ્રતિનિધિઓ તથા આદરણીય વડીલોની હાજરીમાં સમાજના પ્રશ્નો ની ગહન ચર્ચા થઈ.
આપણા સમાજના અને રણછોડપૂરા ગામના નવા ચુંટાયેલા ધારાસભ્ય શ્રી હસમુખ ભાઈનુ સન્માન કરવામાં આવ્યું.
સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રત્યેક ને પ્રોત્સાહન રૂપે ૫૦૦૦ રૂપિયા નો ચેક અર્પણ કરવામાં આવ્યા.
સમાજના વિકાસ માટે અગ્રણીઓ દ્વારા ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી.
આપણા વડોદરા પ્રગતિ મંડળ ના નીચેના સભ્યોએ હાજરી આપી.
ભુપેન્દ્રભાઈ ટી. પટેલ ( મલેકપુર)
શૈલેષભાઈ કે. પટેલ (ગણેશપુરા)
ચંદુભાઈ એમ. પટેલ (કંસારાકુઈ)
પોપટલાલ વી. પટેલ (હાજીપુર)
જયેશભાઈ કે. પટેલ (હાજીપુર)
ભરતભાઇ પી. પટેલ (ગાગલાસણ).




