September 3, 2023
સમૂહલગ્ન સહાય:
- પરિવાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સમૂહલગ્ન યોજવામાં આવે છે.
- સમાજના સમૂહલગ્ન કે સમાજના કોઇ ગામે યોજાતાં સમૂહલગ્નમાં જોડાનાર દરેક દીકરીને રૂ. ૫,૦૦૦/- (રૂપિયા પાાંચ હજાર પુરા)ની ફીકસ ડીપોઝીટ (એફ.ડી.) આપવામાં આવે છે.
- સમૂહલગ્નમાં ભાગ લેનારે આચારસંહિતાના નિયમોનુ પાલન કરવાનુ રહેશે.
(૧) બેન્ડબાજા સાથે વરઘોડો કાઢવો નહીં
(૨) સત્કાર સમારંભ યોજવો નહીં
(૩) ગાયકપાર્ટી સાથે રાસગરબા યોજવા નહીં
(૪) ફટાકડા ફોડવા નહીં - સમૂહલગ્નમાં સમાજની કુંવારી તથા વિધવા બહેન તથા અન્ય સમાજની હિન્દૂ બહેનના આપણા સમાજના દીકરા સાથે પ્રથમ વખત લગ્ન થતા હોય તો તે પણ સમૂહલગ્નમાં જોડાઇ શકે છે.
ઉચ્ચ શિક્ષણ લોન સહાય:
લાભાર્થી-
- ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પછીના એન્જીનીયરીંગ, ફાર્મસી, મેડિકલ, ડેન્ટલ, ફિજીયોથેરાપી, હોમિયોપેથી, આયુર્વેદ, વેટરનરી અને સાયન્સના સ્નાતક કક્ષા અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ
- કોમ્પ્યુટર અને મેનેજમેન્ટના અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ
- આ લોન સહાય અભ્યાસક્રમના વર્ષ પ્રમાણે મળવાપાત્ર થશે.
લાયકાત-
- સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (ફક્ત થીયરી વિષયોના)
- અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે સ્નાતક કક્ષાએ ૫૦ ટકા કે તેથી વધુ ગુણ
- વાલીની વાર્ષિક આવક રૂ. ૫,૦૦,૦૦૦/- (રૂ. પાાંચ લાખ) કે તેથી ઓછી હોવી જોઇએ.
લોન સહાય-
કોલેજ અને હોસ્ટેલની ભરેલ કુલ વાર્ષિક ફી | વગર વ્યાજની મળવાપાત્ર લોન સહાય |
રૂ. ૧,૦૦,૦૦૦/- કે તેથી વધુ | વધુમાં વધુ રૂ. ૫૦,૦૦૦/- |
રૂ. ૧,૦૦,૦૦૦/- કે તેથી ઓછી | ખર્ચના ૫૦ % રકમ |
અભ્યાસક્રમ પૂર્ણ થયા પછી બીજા વર્ષથી માત્ર મળેલ લોનની રકમ ટ્રસ્ટને હપ્તા પ્રમાણે પરત કરવાની રહેશે.
વૈદકીય સહાય:
- કેન્સર, કીડની, હાર્ટ તથા અકસ્માતના દર્દીઓને આર્થિક સહાય
- અરજદારના પરિવારની કુલ વાર્ષિક આવક રૂ. ૩,૦૦,૦૦૦/- ( રૂ. ત્રણ લાખ) કે તેથી ઓછી હોવી જોઇએ.
આર્થિક સહાય-
અરજદારને ખરેખર થયેલ સારવારનો કુલ ખર્ચ | મળવાપાત્ર સહાય |
રૂ. ૧,૦૦,૦૦૦/- કે તેથી વધુ | રૂ. ૨૦,૦૦૦/- |
રૂ. ૫૦,૦૦૦/- થી રૂ. ૯૯,૯૯૯/- સુધી | રૂ. ૧૫,૦૦૦/- |
રૂ. ૩૦,૦૦૦/- થી રૂ. ૪૯,૯૯૯/- સુધી | રૂ. ૧૦,૦૦૦/- |
વિધવા/ત્યકતા સહાય:
- વિધવા/ત્યક્તા બહેનના પરિવારની કુલ વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- (રૂ. બે લાખ) કે તેથી ઓછી હોવી જોઇએ.
- પરિવારનો મોટામાં મોટો પુત્ર ૨૧ વર્ષથી વધુ ઉંમરનો હોવો જોઇએ નહીં.
- વાર્ષિક રૂ. ૫,૦૦૦/- (અંકે રૂ. પાંચ હજાર પુરા)ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
- અગાઉના વર્ષમાં સહાય મેળવનાર લાભાર્થીએ પછીના વર્ષોમાં સહાય મેળવવા માટે પુનઃ અરજી કરવાની રહેશે નહીં.
- વિધવા બહેનને એક વીઘાથી વધુ જમીન ન હોય અને ખરેખર આર્થિક મુશ્કેલી હોય તેવા પરિવારની વિધવાને વિધવા સહાય ઉપરાંત ૨૧ વર્ષનો દીકરો ન થાય ત્યાં સુધી રૂ. ૫,૦૦૦/- (અંકે રૂ. પાંચ હજાર પુરા) નિરાધાર સહાય આપવામાં આવે છે.
શૈક્ષણિક પ્રોત્સાહન પુરસ્કાર:
- M.B.B.S., I.I.T. અને I.I.M. ના અભ્યાસક્રમમાં સરકારી સીટ પર પ્રવેશ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓને રૂ. ૫,૦૦૦/- (અંકે રૂ. પાંચ હજાર પુરા) શૈક્ષણિક પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવે છે.
- તારીખ ૩૧ ડિસેમ્બર સુધીમાં પરિવાર ટ્રસ્ટને એડમિશન એલોટમેન્ટ લેટર, ફી ભરિયાની રીસિપ્ટ અને આઇડેન્ટીટી કાર્ડ અથવા બોનાફાઇડ વિદ્યાર્થી હોવા અંગેનું કોલેજ/સંસ્થાનું પ્રમાણપત્ર પુરું પાડવાનું રહેશે.
નિરાધાર સગીર બાળકોને શૈક્ષણિક સહાય:
- માતા-પિતા બંને મૃત્યુ પામ્યાં હોય અને પરિવારમાં કોઇ કમાવનાર ન હોય તેવા ધોરણ – ૧ થી ૮ માં અભ્યાસ કરતા નિરાધાર બાળકોને અભ્યાસ માટે દર વર્ષે રૂ. ૫,૦૦૦/- (અંકે રૂ. પાંચ હજાર પુરા) અને ધોરણ – ૯ થી ૧૨ સુધી અભ્યાસ કરતા નિરાધાર બાળકોને અભ્યાસ માટે દર વર્ષે રૂ. ૧૦,૦૦૦/- (અંકે રૂ. દસ હજાર પુરા) ની આર્થિક સહાય આપવામાં આવશે.
શ્રી મોટા બાવન કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટના સભ્ય થવા અંગે:
- શ્રી મોટા બાવન કડવા પાટીદાર સમાજની પુખ્ત વયની વ્યક્તિ પરિવાર ટ્રસ્ટના સભ્ય થઇ શકશે.
- રૂ. ૨,૫૦૦/- કે તેથી વધુ રકમ આપનાર આજીવન સામાન્ય સભ્ય ગણાશે
- રૂ. ૧૦,૦૦૦/- કે તેથી વધુ રકમ આપનાર વંશપરંપરાગત સામાન્ય સભ્ય ગણાશે.
- રૂ. ૨૫,૦૦૦/- કે તેથી વધુ રકમ આપનાર વંશપરંપરાગત કારોબારી સભ્ય ગણાશે.
- રૂ. ૧,૦૦,૦૦૦/- કે તેથી વધુ રકમ આપનાર વંશપરંપરાગત દાતા કારોબારી સભ્ય અને ટ્રસ્ટી ગણાશે.
પરિવાર ટ્રસ્ટના સભ્ય બની/બનાવી સમાજના ઉત્થાપનની યોજનાઓના સહભાગી બનીએ.
સંપર્કસૂત્ર–
રાજેશકુમાર કે.પટેલ (ઉદલપુર)
પ્રમુખ શ્રી
મોબાઈલ નં: ૯૯૭૯૨૧૩૫૮૦
પ્રભુદાસ એન.પટેલ (રાલીસણા)
મહામંત્રી શ્રી
મોબાઈલ નં: ૯૮૨૫૯૪૪૬૯૮
તારીખ: 03/09/2023 (રવિવાર)